ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ્દ! – GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ..

Ahmedabad breaking Gujarat Latest

પંચમહાલ મિરર. |

  • GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ
  • રાજકોટ,ભરૂચ અને મહેસાણાની ઝોનની વિદ્યુત સહાયકની ભરતી રદ
  • GUVNL અને GETCOની માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું આવ્યું સામે

|

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી.

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી.

શું હતો સમગ્ર વિવાદ.


20 નવેમ્બરનાં રોજ ધોળાજીનાં યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો હતો.ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. તેમજ પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા.

Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *