વડોદરાની સરકારી સ્કૂલમાં બારીમાંથી આવેલો પથ્થર વિદ્યાર્થિનીને આંખમાં વાગ્યો, લોહીલુહાણ થયેલી બાળકીએ આંખ ગુમાવી..

breaking Gujarat Latest Madhya Gujarat vadodara

પંચમહાલ મિરર. –

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની બારીમાંથી આવેલો પથ્થર ધો.3માં અભ્યાસ કરતી બાળકીને આંખમાં વાગ્યો હતો. જેથી આ નિર્દોષ બાળકીએ તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકીને આંખમાં પથ્થર વાગવાની ઘટના સ્કૂલના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પથ્થર બાળકીના આંખમાં વાગતો દેખાય છે અને બાળકી તરત નીચે નમી જાય છે અને ત્યાં કલાસરૂમ માં હાજર બાળકો બાળકી તરફ દોડી આવે છે અને બુમાં બૂમ કરતા દેખાઈ છે

બાળકીએ આંખ ગુમાવી
નવાયાર્ડ વિસ્તારમા આવેલી પંડિત દિન દયાલ સ્કૂલમાં 8 ડિસેમ્બરના રોજ બાળકી ક્લાસરૂમમાં હતી. તે સમયે અચાનક જ બહારથી પથ્થર આવ્યો હતો અને તે પથ્થર બાળકીની ડાંબી આંખમાં વાગ્યો હતો. જેથી બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. જેથી સ્ટાફ દ્વારા બાળકીને નાગરવાડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માં આવી હતી. ઇજા ખૂબ ગંભીર હોવાથી બાળકીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *