ગુજરાત : ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ રાજ્યમાં સ્થાપવા માટે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની માંગ..

Ahmedabad Gujarat Latest

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ


ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે.

ગુજરાતી, રાજસ્થાની કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. તમામ નિર્માતાઓની માંગ હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સ્થાનિક કમીટી બનાવવામાં આવે.

આ કમિટી બનાવીને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા અમદાવાદ કે પછી પાટનગર ગાંધીનગરમાં શરૂઆત કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના અનેક નિર્માતાઓનો સમય અને ખર્ચ મોટા પ્રમાણમાં બચી શકે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીને બેઠકમાં હાજર તમામ નિર્માતાઓની સહી સાથેનો એક પત્ર તૈયારી કરીને સંપૂર્ણ માહિતી સાથે મોકલવામાં આવ્યો.

Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *