પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના નેસડા ગામની સીમે ખુલ્લા ખેતરમાં ગોળ કુંડાળું વળી ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી હારજીતનો જુગાર રમતા કુલ 6 ઈસમો પૈકી 5 ઈસમો ને કાલોલ પોલીસએ રેડ દરમ્યાન રંગેહાથ ઝડપાયા હતા જ્યારે અન્ય એક જુગારી ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને ભાગેલ જુગારી ને પોલીસે પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
ખાનગી જુગારધામ પર પોલીસ કાફલને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસની સતર્કતાને લઈ 6 પૈકી 5 જુગારીઓ સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા.
દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને સખ્ત રીતે ડામી દેવાના કામો અનુસંધાને સ્થાનિક પોલીસ કાલોલ ડેરોલ સ્ટેશન નજીકના ગામોમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલોલ તાલુકાની નેસડા ગામની સીમના એક ખુલ્લા ખેતરમાં છાપો મારી ગોળ કુંડાળું વળી પાના પત્તાથી રોકડ રકમ હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓને દાવ પર લાગેલી રોકડ રકમ રૂ. 6500 તથા પકડાયેલા જુગારીઓને અંગ ઝડતી માંથી મળેલ રકમ રૂ. 7240 એમ કુલ મળી રૂ. 13740ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.