અમદાવાદ: સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ અને તેમના પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Ahmedabad Corona Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આશા સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય પી.આઈ તેમજ ૨૮ વર્ષીય પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાણંદ પોલીસ બેડા તેમજ સાણંદ શહેર માં ફફડાટ મચી જવા પામ્યો હતો અને તંત્ર દોડતું થયું હતું આરોગ્ય વિભાગ દ્વારા બંને ને એસ વી પી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

તેમજ ઘરના અન્ય ત્રણ સભ્યોને હોમ કવોરનટાઇન કરાયા હતા આશા સોસાયટી વિસ્તારમાં સેનેટાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી પી.આઇ ને તાવ-શરદીના લક્ષણો દેખાતા તેઓ રજા પર હતા ત્યારબાદ તેઓ અને તેમના પુત્ર નો ટેસ્ટ લેવાતા જે બન્નેના બુધવારે પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા સાણંદ શહેરમાં એક અને બીજા ૨ નવા કેસના ઉમેરો થતાં શહેરમાં ૩ અને ગ્રામ્યમાં 11 મળી કુલ ૧૪ કેસ નોંધાયા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *