વડોદરા: આંતરરાષ્ટીય સ્તરે પ્રખ્યાત આર્ટિસ્ટ ગુલામ મહંમદ શેખે બનાવેલું પેઈન્ટિંગ રૂા.21 કરોડમાં વેચાયું.

Gujarat Latest Madhya Gujarat vadodara

  • ‘આર્ક કાશ્મીર’ શીર્ષક હેઠળનું ચિત્ર મુંબઇની આર્ટ ગેલેરીમાં રજૂ થયું હતું
  • આટલી ઊંચી કિંમતે વેચાનારું આ પ્રથમ પેઈન્ટિંગ
  • આ પેઈન્ટિંગ વડોદરાના કલાકારે બનાવેલું છે

આંતરરાષ્ટીય સ્તરે પ્રખ્યાત વડોદરાના આર્ટિસ્ટ ગુલામ મહંમદ શેખે બનાવેલું પેઈન્ટિંગ તાજેતરમાં મુંબઇમાં સેફ્રોનઆર્ટ દ્વારા યોજાયેલાં ઓક્શનમાં રૂા.21 કરોડમાં વેચાયું છે.

આ અગાઉ આર્ટિસ્ટ ભૂપેન્દ્ર ખખ્ખર, રાજા રવિ વર્માના પેઈન્ટિંગ રૂા.19 કરોડની આસપાસની કિંમતમાં વેચાઈ ચૂક્યાં છે. પરંતુ આટલી ઊંચી કિંમતે વેચાનારું આ પ્રથમ પેઈન્ટિંગ છે, જે વડોદરાના કલાકારે બનાવેલું છે. જે વિશે આર્ટિસ્ટ ગુલામ મહંમદ શેખે જણાવ્યું હતું કે, આ પેઈન્ટિંગ ઘણાં વર્ષો પહેલાં મારી પાસેથી અન્ય વ્યક્તિએ ખરીદ્યુ હતું. જે વ્યક્તિએ આ પેઈન્ટિંગ ખરીદ્યું હતું, તેણે તાજેતરમાં ઓકશનમાં મુક્યું હતું. આ પેઇન્ટિંગ એક્રેલિક ઓન કેન્વાસ માધ્યમમાં 138.5 બાય 187 cm સાઈઝમાં બનાવેલું છે. ચિત્ર બનાવતાં કેટલો સમય લાગે છે, તે મહત્વનું નથી. વધારે સમય ફાળવીને બનાવેલી પેઈન્ટિંગ સારી જ હોય તે જરુરી નથી. આર્ક : કાશ્મીર શીર્ષક હેઠળ બનાવેલાં આ પેઈન્ટિંગમાં જે આકૃતિઓનો ઉપયોગ મેં કર્યો છે, તેનો ઉપયોગ હું ઘણાં વર્ષોથી મારા પેઈન્ટિંગ્સ્માં કરતો આવ્યો છું. પરંતુ દરેક ચિત્ર અનેરું બને તેવી અપેક્ષા હંમેશા રહેલી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *