પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.

breaking Godhra Gujarat Halol Kalol Latest Madhya Gujarat Panchmahal

ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું .

પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું જોખમ.

ખાણ ખનીજ માફીઓ દ્વારા રાખતી બાજ નજર ની ઓડિયો ક્લિપ.

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. એવામાં પંચમહાલ જિલ્લા માં પણ ખાણ ખનિજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની વ્હોટસએપ ગૃપો દ્વારા જાસૂસી કરવા નો ઘટસ્ફોટ થયો છે. ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન પર પોતાના માણસો દ્વારા નજર રાખતી હોવાનું સામે આવ્યું છે.

ખાણ ખનીજ વિભાગ,કાલોલ મામલતદાર , ઘોઘંબા મામલતદાર , ગોધરા એસ ડી એમ , જિલ્લા પુરવઠા અધિકારી , તેમજ હાલોલ એસ ડી એમ ના લોકેશન પર રખાતી વોચ.

ખાણ ખનીજ,પુરવઠા વિભાગ સહિત ના અધિકારીઓ ના લોકેશન આપતું વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યું.

ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની સરકારી અને પ્રાઇવેટ ગાડીઓ ના મુવમેન્ટ અને લોકેશન ની વોઇસ નોટ મુકવા માં આવી રહી છે.

ગેર કાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો એ અલગ અલગ નામ થી બનાવ્યા છે ગ્રુપ.

ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો એ લોકેશન અને મુવમેન્ટ ની બાતમી માટે આખી ટિમ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *