પંચમહાલ : કાલોલ માં પીએમ ઉજવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સબસીડી માટે લાઈનોમાં લાગી.

breaking gujarat Gujarat Kalol Latest Madhya Gujarat

સબસીડીની માથાકૂટ : 15 ડિસેમ્બર સુધી ફરજિયાત KYC કરવા એજન્સીનું ફરમાન.

કાલોલ તાલુકામાં પીએમ ઉજ્વાલા યોજના હેઠળ રાંધણગેસના કનેક્શન મેળવનાર 13 હજારથી વધારે મહિલા કંએક્શન ધારકોને ગેસના બાટલ ઊપર મળતી સબસીડી ચાલુ રાખવા માટે આધાર અપડેટ કરાવવામાં માટે ગેસ એજન્સીના ફરમાન બાદ મહિલાઓ વહેલી સવારથી ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લગાવી રહી છે. એજન્સી દ્વારા 15મી ડિસેમ્બર સુધીનો જ સમય આપ્યો હોવાથી મહિલાઓ કામધંધો છોડી ત્રણ દિવસથી એજન્સી બહાર કતારો લગાવી રહી છે.

કાલોલ તાલુકાના ગામડાઓમાં આવેલ પ્રધાનમંત્રી ઉજવાલા યોજનાના લાભાર્થીઓ તેમને રાંધણગેસના બાટલ ઉપર મળવાપાત્ર સબસીડી ચાલુ રાખવા કાલોલ ખાતે આવેલી ઇન્ડેન ગેસની ધનંજય ગેસ એજન્સી બહાર લાઈનો લગાવી રહી છે. ગેસ એજન્સી દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરી 15મી ડિસેમ્બર સુધી તમામ મહિલા લાભાર્થીઓએ એજન્સી ખાતે આવી આધાર અપડેટ કરવી લેવા જણાવવામાં આવતા છેલ્લા દિવસોથી તાલુકાના દૂર દૂરના ગામડાઓમાંથી મહિલાઓ ગેસના બાટલની ચોકડીઓ અને આધાર કાર્ડ લઈ ગેસ એજન્સી બહાર લાઈનોમાં ઉભી રહે છે.

એજન્સી દ્વારા આધાર અપડેટ કરવા માટે ચાર સિસ્ટમ મુકવામાં આવી છે, પરંતુ કનેક્ટિવિટી સ્લો હોવાથી દિવસ દરમ્યાન જે રીતે કામગીરી થઈ રહી છે, તે જોતા 13 હજાર જેટલા ગ્રાહકોના આધાર અપડેટ કરવા અસંભવ છે. લાઈનોમાં ઉભેલી કેટલીક વૃદ્ધ મહિલાઓ ત્રણ દિવસથી આવીએ છીએ, પરંતુ અમારું કામ નથી થતું. સાંજે પરત ફરીએ છીએ, સરકાર સમય વધારી આપે કાંતો એજન્સી ઘરે આવી અમારું આધાર અપડેટ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવી રહી છે.

 

કાલોલ તાલુકાના પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના 13 હજારથી વધુ મહિલા લાભાર્થીઓ હાલ તેઓને ગેસના બાટલ ઉપર મળતી સબસીડી બચાવવા તેઓના દૈનિક કામો છોડી ગામડે ગામડેથી કાલોલ ખાતે આવેલી અને ઉજવલા યોજનાના લાભાર્થીઓના કનેકસનો ધરાવતી ઇન્ડેન ગેસની ધનંજય ગેસ એજન્સી બહાર સવારથી સાંજ સુધી લાઈનોમાં ઉભી રહે છે. આવતીકાલે છેલ્લો દિવસ આધાર અપડેટ કરાવવાનો હોવાથી આજે મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનોમાં ઉભી જોવા મળી છે. સિનિયર સીટીઝન વૃદ્ધ મહિલાઓ પણ આખો દિવસ ખાધા પીધા વગર લાઈનોમાં ઉભી રહે છે. ત્યારે કાલોલ ગેસ એજન્સી દ્વારા મહિલાઓ માટે પાણી સહિતની સુવિધા કરવામાં આવે તે જરૂરી છે. લાભાર્થીઓ પણ કેવાયસીની તારીખ લંબાવી આપવામાં આવે તેવી માગ કરી રહી છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.
https://www.youtube.com/@gujaratnationnews

ક્રિષ્ના જી ટી પી એલ અને સમાચાર પત્ર માં જાહેરાત આપવા સંપર્ક કરો..
૧૦લાખ વિઝીટર (વ્યુવર્સ) મધ્ય ગુજરાત ની નં. ૧ પોર્ટલ. – પંચમહાલ મિરર

Gujarat Nation News Channel
Panchmahal Mirror News Paper

Editor – Owner :
Dharmesh Vinubhai Panchal

પત્રકાર અને એજન્ટ મિત્ર નિમવા ના છે.
ઈચ્છુક વ્યક્તિ સંપર્ક કરે.
7572999799(whatsapp only)
Www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *