હાલોલની 16 ગ્રામ્ય પોસ્ટના 32 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જતા ટપાલ સેવા ખોરવાઈ.

breaking Gujarat Halol Latest Madhya Gujarat

હાલોલ તાલુકાની 16 ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક તરીકે સેવાઓ આપતા 32 જેટલા કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ ન સ્વીકારતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે સવારે તમામ કર્મચારીઓ હાલોલ પોસ્ટ ઓફિસએ એકત્રિત થયા હતા અને હાલોલ સબ પોસ્ટ માસ્તરને આ અંગે લેખિત જાણ કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં દિવસના ચાર કલાકની સેવા આપતા ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારની ટપાલ સેવા પ્રભાવિત થશે.

કેન્દ્ર સરકારની ગ્રામીણ પોસ્ટ ઓફિસોમાં ડાક સેવક તરીકે સેવાઓ આપતા કાયમી કર્મચારીઓ તેઓની કેટલીક માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જ્યાં સુધી તેઓની માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી ગ્રામીણ વિસ્તારની ટપાલ સેવા શરૂ કરવામાં નહીં આવે. મંગણીઓ સ્વીકારવામાં આવે તે માટેના નારા લગાવતા હાલોલ ગ્રામ્ય પોસ્ટ ઓફિસના 32 જેટલા ડાક સેવકોએ હાલોલ પોસ્ટ ઓફિસ આવેદનપત્ર આપી આજથી હડતાળમાં જોડાયા છે.

કર્મચારીઓએ હાલોલ સબ પોસ્ટમાસ્તરને આવેદનપત્ર પાઠવી આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હોવાની જાણ કરી છે. તેઓને આઠ કલાકની ફરજનો લાભ અને સિવિલ સર્વન્ટનો દરજ્જો મળે, નાણાકીય ઇન્ક્રીમેન્ટ મળે અને નિવૃત્તિ બાદ મળવાપાત્ર ફિક્સ ગ્રેજ્યુટીની રકમમાં વધારો કરવામાં આવે તેમજ 30 દિવસની કાયમી રજા જે 300 રજા સુધી બિન કપાતી પગારની રજાનો લાભની સાથે કેટલીક કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ અને મેડિકલ સુવિધાઓનો લાભ મળે તે માટેની માંગણીઓ સાથે હડતાળમાં જોડાતા તાલુકાના ગામડાઓમાં આજથી ટપાલ સેવાઓ બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *