પંચમહાલ : કાલોલ માં દિવ્યાંગજનોના શારીરિક મૂલ્યાંકન માટે કેમ્પ યોજાયો.

Gujarat gujarat Kalol Latest Madhya Gujarat



દિવ્યાંગો ને સહાય રૂપ સાધનો ની ફાળવણી પણ કરવા માં આવશે.


આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને રાહત મળી રહે તે માટે તાલુકા આરોગ્ય કચેરી કાલોલ ધ્વારા આજરોજ રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો મીનેશ વી. દોશી ની અધ્યક્ષતામા દિવ્યાંગ વ્યકિતઓનુ શારિરીક મુલ્યાંકન કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ પટેલ,સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ લખારા અને એલ્મીકો યુનીટ ઉજૈન અને નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીના સહયોગથી કરવામા આવેલ આ કેમ્પ માં દિવ્યાંગજનોની વિકલાંગતા મા રાહત થાય તે હેતુ ધ્યાનમાં રાખી ૪૭૯ જેટલા દિવ્યાંગ જનોનુ શારિરીક મુલ્યાંકન કરવામા આવ્યું હતું.


રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે આયોજીત આ કેમ્પ માં
અસ્થી સબંધી ,અંધ,બહેરા,મૂગા જેવા વિકલાંગ વ્યકિતઓને જિલ્લા સમાજ સુરક્ષા ઓફિસ ગોધરા ધ્વારા આગામી સમયમા ટ્રાઈસીકલ ,વ્હીલચેર,મોટરાઈઝડ ટ્રાઈસીકલ, બગલ ઘોડી,સ્પ્રંટ કેન અને બ્રેઈલકીટ જેવા અંદાજિત ૫૭૭ સાધનોનો દિવ્યાંગ જનોને સહાયરૂપ બને તે માટે પાત્રતા નકકી કરી આગામી સમયમા લાભ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *