બ્રિજેશ પટેલ : મહીસાગર
બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા.
આત્મા ના BTM શખીલભાઈ શેખ ભાઈએ આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ જેઠોલી ગામ માં આપવામાં આવી.
હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આવી પહોંચતા ગ્રામજનો વતી ગામના પ્રથમ નાગરિક યુવા સરપંચ દીપકભાઈ પંચાલ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
મહીસાગર જિલ્લામાં રથના માધ્યમ થકી વિવિધ ગામોમાં નક્કિ કરેલા રૂટ અનુસાર યાત્રા પરિભ્રમણ કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં બાળકોથી લઇ અબાલ વૃધ્ધ સુધી હરકોઇ ગામથી લઈ દેશના વિકાસ માટે પોતાનું સહિયારૂ યોગદાન આપવા સંકલ્પ બધ્ધ થયા છે. ત્યારે જેઠોલી ગામે 121 બાલાસિનોર ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાની સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો “મેરી કહાની મેરી ઝુબાની” થીમ અંતર્ગત જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ,બાલાસિનોર પ્રાંત આધિકારી હિરેનભાઈ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકાર નૈમેષ પટેલ, રથ કન્વિનર અજમેલસિંહ પરમાર,ગામના પ્રથમ નાગરિક સરપંચ દીપકભાઈ પંચાલ , ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર પાંડવા જિલ્લા પંચાયત ના સભ્ય પારુલ બેન ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ના પ્રતિનિધિ પરસોતમભાઈ ઠાકોર બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ કાંતિભાઈ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રસિંહ પરમાર, વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ, આત્મા પ્રોજેક્ટ ની ટીમ ખેતીવાડી ની ટીમ તલાટી કમ મંત્રી bગામના વડીલો વરિષ્ઠ આગેવાનો ભાઈઓ બહેનો અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.