મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે.
પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા વર્ષ કરતા લગભગ દોઢ લાખ વધારે હતાં. કચરો સાફ કરવામાં લાગેલ એક સ્વયંસેવકે કહયું, પરિક્રમાના માર્ગ પર લગભગ પ૦૦ ડસ્ટબીનો મુકાઇ હતી. પણ કચરો એટલો હતો કે તેમાં સમાઇ શકે તેમ નહોતો.
પાન માવાના પ્લાસ્ટીક ઉપરાંત પાણીની બોટલો જંગલમાં પ્રદુષણનો બીજા નંબરનોસ્ત્રોત છે. વન વિભાગના અધિકારીઓએ કહયું કે કેટલીક સંસ્થાઓએ જંગલમાં રસોઇની સુવિધાઓનું આયોજન કર્યુ હતું અને તેના કારણે પણ મોટા પાયે કચરો ઉત્પન્ન થયો હતો.