કાલોલ : વેજલપુર ગામે અનાજ વેપારી ના ત્યાં કાલોલ મામલતદાર ના દરોડા ..

breaking Gujarat Kalol Latest Madhya Gujarat Panchmahal

શકાંસ્પદ અનાજ નો જથ્થો ફરિયાદના આધારે પકડી પાડ્યો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ



અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના કેટલીક વખતે શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે ડફે કરી દેવામાં આવતું હોય છે પરંતુ આજ શકાંસ્પદ અનાજનું નામ આપીને કે ખેડૂતોનો માલ બતાવીને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સરકારી અનાજનો કાળો કાળોબાર કરનાર અનાજ માફિયાઓનો લુલો બચાવ કરીને આ વેજલપુર ગામના અનાજ માફિયાઓનો ખુલ્લો દોર મળી રહ્યો છે ત્યારે આજ રોજ વેજલપુર બસ સ્ટેન્ડ ની સામે આવેલ સત્ કૈવલ હોસ્પિટલની બાજુમાં આવેલ એક અનાજના વેપારીને ત્યાં બાતમીના આધારે કાલોલ મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે દરોડા દરમિયાન સ્ટોક પત્રક કે વેચાણ પત્રક અને ત્યાંથી ધઉં, ચોખા ,બાજરી, ડાંગર , મળી કુલ રૂપિયા 1,77,357 મુદ્દામાલ સાથે અનાજનો જથ્થો સિઝ કરીને વધુ કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા કલેક્ટર ને રીપોર્ટ કરવામાં આવશે તેમ કાલોલ મામલતદાર જણાવ્યું હતું.

હવે જોવું રહ્યું કે વેજલપુર ગામના અનાજ માફિયાઓ ઉપર જિલ્લા પુરવઠા અધિકારી લગામ લગાવશે ખરા કે પછી દિવા નીચે અંધારુજ રહેશે તે હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *