RR કેબલ ગ્રુપ પર ITનું ઓપરેશન: વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા…

breaking Gujarat gujarat Latest Madhya Gujarat

કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા.

વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.

RR કેબલ ગ્રુપ પર ITનું ઓપરેશન:વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા, કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા
વડોદરા2 કલાક પેહલા

વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના 15 જેટલા અધિકારીઓ-કર્મચારીઓની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

4 ગાડીમાં ટીમ પહોંચી
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે આર.આર. કેબલ કંપની આવેલી છે. આ કંપનીમાં અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આજે વહેલી સવારે 4 ગાડીઓમાં 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમ કંપનીમાં પહોંચી હતી અને કંપનીની ઓફિસો ઉપર તપાસ શરૂ કરી હતી. કંપનીની સાથોસાથ અન્ય ટીમ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ ખાતે આવેલ કંપનીની હેડ ઓફિસમાં પણ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી.

મોબાઈલ ફોન જપ્ત
જાણવા મળ્યા મુજબ આજે સવારની ફર્સ્ટ શિફ્ટમાં પહોંચેલા ઓફિસ સ્ટાફના કર્મચારીઓને કંપનીના ગેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. અડધો કલાક સુધી કંપનીના ગેટ પાસે રોકી દેવાયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરીને તેઓને એક પછી એક કંપનીના ઓડિટોરિયમમાં બેસાડવામાં આવ્યા હતા.

સ્પોન્સરશિપ આપી હતી
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે આર.આર. કેબલ કંપની આવેલી છે. આ કંપનીમાં અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આ કંપની દ્વારા ગત ગણેશોત્સવ તેમજ નવરાત્રિ મહોત્સવમાં વડોદરામાં સ્પોન્સરશિપ આપવામાં આવી હતી. ઉપરાંત આ કંપની દ્વારા વડોદરા શહેર-જિલ્લાના પોલીસ મથકો તેમજ સરકારી ઈમારતો અને સોસાયટીઓમાં આર.આર. કેબલના બોર્ડને સ્પોન્સર કરવામાં આવેલા છે.

દિવાળી બાદ મોટી કાર્યવાહી
દિવાળી બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કેબલના ઉત્પાદનમાં સૌથી મોટા આર.આર. કેબલ કંપનીમાં સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી ગઈ હતી. દરોડાની કામગીરી દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *