- ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થશે
- ડુંગર પર કુલ 632 પગથિયા ચડવા પડે છે
- ભાવિકો મુખ્ય મંદિર સુધી જઈ શકશે
ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે હવે કોઈ પ્રકારના પગથિયા ચડવા નહીં પડે. ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. હાલ તો ડુંગર પર ચડીને દર્શન કરવા જવા માટે 632 પગથીયા ચડવા પડે છે. આ પ્રોજેક્ટ ચાલું થતા 45 પગથીયા ચડીને ફનીક્યુલર રાઈટમાં બેસીને મંદિર સુધી જઈ શકાશે.આ માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જેનું ખાતમૂહુર્ત થઈ ચૂક્યું છે.
ચોટીલા ડુંગર પર કોઈ રોપ વેની સુવિધા ન હોવાને કારણે હાલ તમામ ભાવિકો પગથિયા ચડીને જાય છે. ગુજરાતમાં સૌ પ્રથમ ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ ચોટીલામાં શરૂ થવાનો છે. જેમાં બેસીને ભાવિકો મુખ્ય મંદિર સુધી જઈ શકશે. હાલમાં જ્યાં પગથિયા છે ત્યાં આ રાઈડ ફીટ કરવામાં આવશે. જે માટેની પ્રાથમિક તૈયારીઓ હવે શરૂ થશે. આ માટે પહેલા જગ્યાનું લેવલીંગ કરીને પાટાનું સેટઅપ કરવામાં આવશે. એ પછી હેવી ઈલેક્ટ્રિકલ લાઈન શરૂ કરાશે. જેમાં પછી રાઈડનું આખું સેટઅપ ગોઠવાશે.
દર્શનાર્થીઓની સુવિધા માટે ચોટીલા ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ એવો ફનિકયુલર રાઇડનો પ્રોજેકટ તૈયાર કરાયો છે. જેમાં બેસીને દર્શનાર્થીઓ ચામુંડા માતાના ડુંગર ઉપર જઇને દર્શન કરી શકશે. આજે શનિવારે મહાનુભાવનો હસ્તે આ પ્રોજેકટનુ ખાતમૂહૂર્ત કરાશે.ડુંગર ઉપર ચડવા માટેના જૂના જે પગથીયા હતા તે જગ્યામાં જ આ રાઇડ ફિટ કરવામાં આવશે. તેના માટે જગ્યાનું લેવલીંગ કરીને પહેલા પાટા ફિટ કરવામાં આવશે. અને ત્યાર બાદ હેવી ઇલેકટ્રીક પાવરની મોટરોથી રાઇડ ઉપર અને નીચે આવશે. ચોટીલા તળેટીમાં ટ્રસ્ટની ઓફિસથી અંદાજે 25 જેટલા પગથિયાં ચડયા બાદ આ રાઇડ ચાલુ થશે. અને ડુંગર ઉપર બટુક ભૈરવના મંદિર સુધી રાઇડ જશે. ત્યાથી દર્શનાર્થીને 20 પગથિયાં ચડવા પડશે. હાલ જ્યાં મંદિર ટ્રસ્ટની ઓફિસ છે ત્યાથી 25 પગથીયા ચડીને આ રાઈડમાં બેસી શકાશે. આ રાઈડ ઉપર આવેલા બટુક ભૈરવના મંદિર સુધી જશે. જ્યાંથી ભાવિકોએ માત્ર 20 પગથિયા ચડવા પડશે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ એનું ટેસ્ટિંગ કરવામાં આવશે. એ પછી ભાવિકો માટે એ શરૂ કરાશે.
આમ માત્ર 45 પગથિયા ચડીને ડુંગર ઉપર માતાજીના દર્શન થઇ જશે. પ્રથમ સ્ટેજનુ કામ પુર્ણ થઇ ગયા બાદ ટેસ્ટીંગ કરીને સલામતીની ચકાસણી કર્યા બાદ ધીરે ધીરે બાકીના સ્ટેજની કામગીરી કરવામાં આવશે. પ્રોજેકટને પુર્ણ થતા એક વર્ષ લાગે તેમ છે. આ પ્રોજેક્ટ હાલમાં નાસિકમાં આવેલા સપ્તશ્રુગી મંદિર અને વિરારમાં આવેલા જીવદયા મંદિર પર ચાલું છે.
મંદિરના ટ્રસ્ટી મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, મુખ્ય સ્થાનક મંદિરના દર્શન સુધી લોકો સરળતાથી જઈ શકે એ માટે માત્ર 30 રૂપિયાના ખર્ચેથી આ રાઈડ શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા તબક્કાઓમાં કામ ચાલશે. ત્રીજા તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ 70લોકોને ઉપર જવા માટે મંજૂરી મળશે. પ્રથમ તબક્કાનું કામ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે.