એક આતંકવાદી પાકિસ્તાની IED એક્સપર્ટ અને ટ્રેન્ડ સ્નાઇપર હતો; 28 કલાકથી એન્કાઉન્ટર ચાલુ.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં છેલ્લા 28 કલાકથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આજે સુરક્ષા દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. ફાયરિંગમાં વધુ એક જવાન શહીદ થયો છે. અત્યારસુધીમાં કુલ 5 જવાન શહીદ થયા છે.
માર્યા ગયેલા એક આતંકવાદીનું નામ કારી છે. ડિફેન્સ PRO મુજબ, કારી પાકિસ્તાની નાગરિક હતો. તેને પાક અને અફઘાન મોરચા પર ટ્રેનિંગ આપવામાં આવી હતી. બીજા આતંકવાદી વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી.
કારી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો અને છેલ્લા એક વર્ષથી રાજૌરી-પૂંછમાં તેના જૂથ સાથે સક્રિય હતો. તેને ડાંગરી અને કંડી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવે છે.
કારીને જમ્મુમાં ફરીથી આતંકવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. તે IEDમાં એક્સપર્ટ હતો અને ગુફાઓમાં છુપાઈને કામ કરનાર ટ્રેન્ડ સ્નાઈપર પણ હતો.
બુધવારે 22 નવેમ્બરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોએ જીવ ગુમાવ્યો એમાં કેપ્ટન શુભમ, મેજર એમવી પ્રાંજિલ અને હવાલદાર માજિદનો સમાવેશ થાય છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પર સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. અહીં બે આતંકવાદી છુપાયા હોવાના સમાચાર છે.
આર્મી PROએ કહ્યું હતું કે 19 નવેમ્બરના રોજ કાલાકોટ વિસ્તારના ગુલાબગઢ જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારથી આ વિસ્તારમાં સતત સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું હતું. બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ પણ ઘાયલ થયા હતા. તેમને ઘેરી લેવામાં આવ્યા છે.
શ્રીનગરમાં લશ્કરના 2 આતંકવાદીની ધરપકડ
બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 2 પિસ્તોલ, 4 મેગેઝિન, 2 ફિલર મેગેઝિન અને 8 ગ્રેનેડ મળ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે બંને આતંકવાદીની 21 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. મુમતાઝ અહેમદ લોન અને જહાંગીર અહેમદ લોન કુપવાડાના ત્રેહગામના રહેવાસી છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી 5 આતંકવાદી ઘટનાઓ…
પ્રથમ: 17 નવેમ્બરે 2 એન્કાઉન્ટર, 6 આતંકવાદી માર્યા ગયા.