દાહોદ ખાતે પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજ ના યુવક – યુવતીઓ ના જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરવા માં આવ્યું.

Dahod Gujarat Latest Madhya Gujarat

…….

……

………….

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી સંમેલન કાર્યક્રમ જેમા  દિપ પ્રાગટ્ય – પ્રાથર્ના અને સમાજ ના કલ્યાણ હેતુ ના આશીર્વચન થી કરવામા આવી હતી.

દાહોદ શહેરમાં પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 24મી તારીખ રવીવારના રોજ શહેરના રામાનંદ પાર્ક ખાતે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના સમાજના યુવક-યુવતી પરિચય સંમેલન યોજાવામા આવ્યુ હતું. જેમા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ના ૩૦૦ જેટલા યુવક – યુવતી ઓ એ જીવનસાથી પસંદગી પરિચય સંમેલનમાં ભાગ લીધો હતો.

આ તમામ યુવક યુવતી એ સ્ટેજ ઉપર આવી પોતાનો પરિચય આપ્યો હતો. જીવનસાથી પસંદગી  પરિચય સંમેલનના માધ્યમથી અનેક યુવક યુવતી ના સંબંધો પણ અગાઉ બંધાયા છેm 

 પંચાલ સમાજના આ પરિચય સંમેલનથી પંચાલ સમાજના અનેક વર્ગને ફાયદો થશે.

જેમાં દાહોદ રામાનંદ પાર્કના મહંત શ્રી જગદીશદાસજી ની ખાસ ઉપસ્થિતિ અને શ્રી ભગવાન વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પંચાલ , મંત્રી હેમેષ ભાઈ પંચાલ તેમજ વડોદરા પંચાલ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2016 થી દાહોદ જિલ્લા પંચાયત સમાજ પ્રગતિ મંડળની રચના થઈ મંડળના પ્રથમ પ્રમુખ રાજેશ કુમાર નાથાલાલ પંચાલ અને મહામંત્રી મહેન્દ્ર કોદરલાલ પંચાલ તથા વર્તમાન મહામંત્રી સુરેશભાઈ પંચાલ ની આગેવાની હેઠળ મંડળ દ્વારા સમાજની ઉત્કર્ષની વિવિધ યોજનાઓ અને આયોજનના માધ્યમથી મંડળને આજે જે મંડળ પાપા પગલીથી લઈ વટ વૃક્ષ તરફ પ્રાણાયામ કરી રહ્યું છે. દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ  રચિત સામાજિક ઉત્કર્ષ સમિતિ  , આરોગ્ય સમિતિ , શિક્ષણ સમિતિ,  સંદેશા વ્યવહાર સમિતિ,  આપત્તિ વ્યવસ્થાપન સમિતિ , યુવા અને મહિલા વિકાસ સમિતિઓ દ્વારા વિવિધ આયોજનો હાથ ધરી સમાજ ઉપયોગી બનવાનો પ્રયાસ નમ્રભાવે થઈ રહ્યો છે. 

સમાજના યુવા વર્ગ અને મહિલાઓને જાગૃત કરવા અને સમાજ ઉત્કર્ષમાં સૌભાગ્ય બનવા મંડળ દ્વારા યુવા સંગઠન અને મહિલા સંગઠન ખૂબ જ સુંદર રીતે કામ કરી સમાજમાં એક નવી ઓળખ આપી રહ્યા છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.

https://youtube.com/@gujaratnationnews?si=GAgkSX6lNm5FoDxI

લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…

Gujarat Nation
Panchmahal Mirror

Editor – Owner
Dharmesh Vinubhai Panchal
7572999799

www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *