એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
સોમવાર ના રોજ કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા ૨૦૨૩ ઉજવણી અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનો આયોજન તાલુકા હેલ્થ કચેરી કાલોલ દ્વારા અને નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલના સહયોગથી કરવામાં આવેલ હતો જેમાં તાલુકા હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર મિનેશ દોશી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાજ્ય ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી અને આર.બી.એસ.કે ડોક્ટર સુનીલ પટેલ ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

જેમાં સૌના સાથ અને સહકારથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના સભ્યો અન્ય રક્તદાતાઓ નાં સહયોગ થી કુલ ૬૭ જેટલા બોટલ રક્ત દાન કરી આ સમાજ સેવા ના ઉમદા કાર્ય માં જોડાયા હતા.રેડ ક્રોસ સોસાયટી ગોધરા દ્વારા યોજાયેલ આ કેમ્પ માં તમામ દાતાઓ ને પ્રમાણપત્ર તેમજ ભેટ આપી તમામ ને બિરદાવવામાં આવ્યા હતા..
*સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.*
*https://youtube.com/@gujaratnationnews?si=GAgkSX6lNm5FoDxI*
લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…
Gujarat Nation
Panchmahal Mirror
Editor – Owner
*Dharmesh Vinubhai Panchal*
7572999799
www.panchmahalmirror.com