રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા તાલુકાના 1ગામડાઓમાં મનરેગા યોજન હેઠળ તળાવ ઊંડા શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં લોકડાઉનમાં ગ્રામ્ય વિસ્તારોમાં મજુરોને કામધંધો મળતા ખુશીનો માહોલ છવાયો હતો. દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મજુરી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ તળાવો ઊંડા કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના કારણે રાજુલા તાલુકાના નિંગાળા, કુંભારીયા, મોટા રીંગણીયાળા, રાભડા, ડુંગરપર સહિતના 14 ગામડાઓમાં મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. અહીં લોકડાઉનમાં ગ્રામ્ય વિસ્તારોમાં 3000 લોકોને કામ મળતા અનેક પરિવારમાં ખુશી સવાઈ હતી. આ તકે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં કામ શોધવા માટે મજુરને ક્યાંય ભટકવાની જરૂર નથી. મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ લોકો કામમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. તેમજ અહીં મનરેગા યોજનામાં કામ કરતા મજુરોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.