પંચમહાલ : હાલોલ ખાતે વિશ્વકર્મા વંશીય સેના દ્વારા વિશ્વકર્મા પૂજા તેમજ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી સહિત આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.

Gujarat Halol Latest Madhya Gujarat Panchmahal

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ


આજે વિશ્વકર્મા પૂજા છે. સનાતન ધર્મમાં દર કન્યા સંક્રાંતિએ વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. જેને વિશ્વકર્મા દિવસ અથવા વિશ્વકર્મા જયંતિ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિશ્વકર્માને નિર્માણ તથા સર્જનના દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે, ભગવાન વિશ્વકર્માએ બ્રહ્માજીના સાતમા પુત્ર તરીકે જન્મ લીધો હતો. ભગવાન વિશ્વકર્માનો ઉલ્લેખ 12 આદિત્ય અને ઋગ્વેદમાં કરવામાં આવે છે. હિંદુઓ માટે આ તહેવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે લોકો કારખાના અને વાહનોની પૂજા કરે છે.

પરંપરા પ્રમાણે આજ રોજ વિશ્વકર્મા વંશી સેના (ગુજરાત) દ્વારા હાલોલ પંચાલ સમાજ વાડી ખાતે ભગવાન વિશ્વકર્મા પૂજન દિવસ તેમજ પરંપરાગત કારીગર વર્ગ માટે PM વિશ્વકર્મા કૌશલ યોજનાની શરૂઆત કરવા બદલ તથા 27 % ઓબીસી અનામત જેવા વિશ્વકર્મા સમાજના હિતમાં નિર્ણય લેવા બદલ ભારતીય જનતા પાર્ટી તથા દેશના આદરણીય વડાપ્રધાન ના નરેન્દ્રભાઇ મોદી ના આભારદર્શન તથા જન્મદિવસની ઉજવણી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવીણ ભાઈ પંચાલ ની અધ્યક્ષતા માં કરવા માં આવી જેમાં મુખ્ય મેહમાન તરીકે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.


સનાતન ધર્મમાં દર કન્યા સંક્રાંતિએ વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. જેને વિશ્વકર્મા દિવસ અથવા વિશ્વકર્મા જયંતિ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિશ્વકર્માને નિર્માણ તથા સર્જનના દેવતા માનવામાં આવે છે.

આ પ્રસંગે વિશ્વકર્મા વંશીય સેનાના હોદ્દેદાર , હાલોલ નગરપાલિકના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ તથા નગરપાલિકના સૌ પૂર્વ સદસ્ય ,ભાજપા હાલોલ નગર પ્રમુખ ડૉ સંજયભાઈ પટેલ તથા સૌ સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.



વડાપ્રધાન મોદી લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હી મેટ્રોમાં એક યુવતીએ તેમને સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી હતી.
  • આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે.PM મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગરમાં થયો હતો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની સંસ્કૃતમાં શુભેચ્છા
    દિલ્હી મેટ્રોમાં એક યુવતીએ સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી
    પીએમ મંત્રમુગ્ધ થઈ ગયા.
  • વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્ષ 2014માં તેમણે ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.

https://youtube.com/@gujaratnationnews?si=GAgkSX6lNm5FoDxI

લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…

Gujarat Nation
Panchmahal Mirror

Editor – Owner
Dharmesh Vinubhai Panchal
7572999799


www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *