રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામની સીમ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબો જમીનમાં ગે.કા. પથ્થરની ખાણ ચાલતી હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા ભુસ્તર શાસ્ત્રી સુમીત ચૈહાણ તેમજ ખાણખનીજ વિભાગની ટીમ અન્ય અજાણ્યા વાહન દ્વારા સીમ વાડી વિસ્તારના રસ્તા પરથી સ્થળ પર પહોચી ગયા હતા. અને ગે.કા. પથ્થરની ખાણમાં ચાલતી પથ્થર કાપવાની ચકરડી મુકી માઇનીંગ સ્ટોનનું ખનન કરી આ પથ્થરને ટ્રેક્ટર દ્વારા સપ્લાય કરવામાં આવતુ હોવાનું જોવા મળતા સ્થળ પરથી ગે.કા. પથ્થર કાપવાની ૫ ચકરડી, ૨ ટ્રેક્ટર,તેમજ ૧ લોડર કિ.રૂ. ૨૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડી ગે.કા. ખાણ ચલાવનાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જથ્થો ટ્રેક્ટરમાં ભરી ઉઠાવી લઇ જઇ સપ્લાય કરતા ચાર ટ્રેક્ટર તેમજ એક લોડર નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.નવાબંદરના દરીયાકાંઠા વિસ્તારમાં ગે.કાખનીજ રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે નવાબંદર મરીન પોલીસે ત્રાટકતા સ્થળ પર ગે.કા. રેતી ભરેલા ૪ ટ્રેક્ટરએક લોડકની કુલ કિં.રૂ. ૨૦ લાખથી વધુના મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે