Editor : Dharmesh Vinubhai Panchal
હાલોલ અને કાલોલ નગર ખાતે આજે અક્ષય તૃતીયા એટલે અજર અમર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પર્વની બ્રહ્મસમાજ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
કાલોલ નગર આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ કાલોલ ખાતે આજે શ્રી પરશુરામ ભગવાન નાં જન્મોત્સવ નીમીતે ભંવ્ય શોભાયાત્રા, બ્રહ્મ ભોજનનું તથા સમૂહમાં સંધ્યા આરતીનું સર્વ ભૂદેવો દ્વારા આયોજન કરવા માં આવેલ અને ઉજવણી કરી હતી.
સાથે સાથે હાલોલ નગર ખાતે પણ અક્ષય તૃતીયા એટલે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા અજર અમર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પર્વની બ્રહ્મસમાજ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં અલગ અલગ બે વિસ્તારમાંથી ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવને લઇ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃસંસ્થા હાલોલ દ્વારા નગરના કંજરી રોડ પર આવેલ ગણપતિ મંદિર ખાતેથી પણ એક ભવ્ય શોભાયાત્રા શ્રી પરશુરામ ભગવાનની યોજાઇ હતી. જે શોભાયાત્રા ગણપતિ મંદિર ખાતેથી નીકળી રામેશ્વર મહાદેવ મંદિર સુધી ધાર્મિક વાતાવરણમાં શ્રી પરશુરામ ભગવાનના ગુણગાન અને સ્તુતિગાન કરતા પહોંચી હતી. ત્યારબાદ રામેશ્વર મહાદેવ ખાતે અને ભગવાનની પૂજા અર્ચના કરી તેઓના ચરણોમાં શીશ ઝુકાવી બ્રહ્મ સમાજના લોકો સહિત શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોએ આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.