રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામમાં રહેતા હનુભાઈ વીસાભાઈ ખસીયા ઉ.વ.૪૫ માનસીક અસ્થિર હતા છેલ્લા ઘણા દિવસોથી ઘરેથી કોઈને કહયા વગર નીકળી ગયા હતા પરિવાર શોધતો હતો તેમાં આજે હરમડીયા ગામના સ્મશાન પાછળના ભાગે માનવીનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા તેમના પરિવારજનોએ કપડા ઉપરથી આ મૃતદેહ હનુભાઈ વીસાભાઈ ખસીયાનો ઓળખી બતાવતા અને મૃતદેહ ૨૦ દિવસ પહેલાનો હોવાનુ જાણવા મળતા પ્રથમ કોડીનાર પી.એમ. માટે ખસેડેલ છે. પોલીસ ત્થા વન વિભાગનાં કર્મચારી પહોચી ગયા છે. આ યુવાનને કોઈ વન્યપ્રાણીએ ફાડી ખાધો છે કે બીજુ કોઈ કારણ તે તો પોસ્ટમોર્ટમ અને એફએસએલ રીપોર્ટ આવ્યા પછી જાણવા મળશે ગીરગઢડા પોલીસે એડી. નોંધી તપાસ શરૂ કરી છે.