દિનેશ ભાટિયા: ધોધાંબા (પંચમહાલ)
કાલોલ તાલુકાના બાકરોલ નજીક નેવરિયા વસાહતમાં એક નવા બની રહેલા મકાનમાં સાથે મજુરીકામ કરતા બે શ્રમિકો વચ્ચે પત્ની સાથેના આડા સંબંધ બાબતે શંકા નો કીડો સળવળતા પોતાની સાથે જ કામ કરતા આધેડવય ના શ્રમીક ના માથામાં લોખંડનો સેંટિંગ સળિયા વાળવાનો ડાઘ ફટકારી દેતાં શ્રમિક નું પ્રાણ પખેરું ઉડી ગયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ શક્તિપુરા સ્થિત આવેલા નેવરિયા નર્મદા વસાહત પાસે સજ્જનસિંહ નરપતસિંહના નવા બની રહેલા મકાન બાંધકામ નો કોન્ટ્રાક ઘોઘંબા તાલુકાના કાલસર ગામના વિક્રમ મેઘજીભાઈ રાઠવાએ રાખ્યો હતો જેથી પોતાની સાથે કડિયાકામ કરવા માટે ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામના લક્ષ્મણભાઇ નારસિંગભાઈ રાઠવાને પણ તેડી લાવ્યો હતો પાછલા પંદરેક દિવસથી બન્ને જણ સાથે જ કડિયાકામ કરતા હતા અને ત્યાં જ મકાનની બાજુમાં તંબુ બાંધીને રહેતા હતા. જે પૈકી વિક્રમ રાઠવા પોતાની પત્ની અને ત્રણ છોકરાં સાથે રહેતો હતો જ્યારે આધેડ વયના લક્ષ્મણભાઇ રાઠવા પોતે એકલા જ અલગ તંબુમાં રહેતા હતા.
જે મધ્યે સોમવારે સાંજના સાડા આઠેક વાગ્યાના સુમારે વિક્રમ મેઘજીભાઈ રાઠવાની પત્નીને મકાન બહારના ભાગમાં લક્ષ્મણભાઇ રાઠવા સાથે જોતાં વિક્રમ રાઠવાએ પોતાની પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને બન્ને વચ્ચે બોલાચાલી થઈને ચકમક ઝરતા વિક્રમ મેઘજીભાઈ રાઠવાએ ત્યાં મકાન બાંધકામ માટેના પડેલા લોખંડના સળિયા વાળવા માટે વપરાતી એક લોખંડની રોડ જેવો ડાઘ ઉપાડીને આધેડ વયના લક્ષ્મણભાઇ નારસિંગભાઈ રાઠવાને માથાના પાછળના ભાગમાં ફટકારી દેતા લક્ષ્મણભાઇ નારસિંગભાઈ રાઠવા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ પટકાઈ પડ્યો હતો.
જેથી મરણતોલ હાલતમાં પડેલા લક્ષ્મણભાઇ રાઠવાને જોઈને વિક્રમ મેઘજીભાઈ રાઠવાએ તેની પત્ની સાથે પણ બોલાચાલી કરીને ત્યાંથી રાત્રે ફરાર થઈ ગયો હતો જ્યારે તેની પત્ની પણ પોતાના છોકરાઓને લઈને પોતાના વસવાટ તરફ જતી રહી હતી.
જે સમગ્ર ઘટના અંગે જાણકારી મંગળવારે સવારે વિક્રમ રાઠવાની પત્નીએ શક્તિપુરા પંચાયતના સરપંચને જાણ કરતા સરપંચે કાલોલ પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મરનાર ના પરિવારજનો ને પણ જાણ કરવામાં આવી હતી પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે લક્ષ્મણભાઇ નારસિંગભાઈ રાઠવાનું રાત્રે જ મોત નિપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
ઘટના અંગે કાલોલ પોલીસે તલસ્પર્શી તપાસ કરતાં તેમજ આરોપી વિક્રમ રાઠવાની પત્નીની પુછપરછ કરતાં સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ ગયો હતો અને વિક્રમ રાઠવા એ પત્ની સાથે આડા સબન્ધ ની શંકા એ લક્ષમણ રાઠવાને માથા ના ભાગે લોખંડનો ડાઘ ફટકારીને ફરાર થઈ ગયો હતો જેના કારણે મોત નીપજ્યું હતું પોલીસે હત્યા ના આરોપી વિક્રમ મેઘજીભાઈ રાઠવા (રહે. કાલસર, તા.ઘોઘંબા)ની વિરુદ્ધ ipc કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
*We Are Hiring..!*
યુવક યુવતીઓ માટે સમાચાર ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક….
*સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.*
https://www.youtube.com/@gujaratnationnews
લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…
Gujarat Nation
Panchmahal Mirror
Editor – Owner
Dharmesh Vinubhai Panchal
7572999799