BIG BREKING : પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા:કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જતાં સમયે હુમલાખોરોએ ગોળી મારી.

breaking Latest

Editor : Dharmesh Vinubhai Panchal

અતિક અહેમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસની ગાડી પર હુમલો થયો હતો. પોલીસની ગાડીઓ પર ફાયરિંગ કરવામાં આવી હતી. આ હુમલામાં અતિક અને અશરફની હત્યા થઈ હતી.

મેડિકલ કોલેજની પાસે અતિક અહેમદ અને અશરફની હત્યા થઈ ગઈ છે. જે વખતે આ હુમલો થયો, તે વખતે આ બન્નેને લઈ જઈ રહ્યા હતા. બન્નેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યો છે. હાલ ગોળી ચલાવનાર વિશે કોઈ જ ખબર પડી નથી. પરંતુ સ્થળ પર હાજર જય શ્રીરામના નારા સંભળાયા હતા. પોલીસ હાલ તપાસમાં લાગી ગઈ છે.

ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચ્ચે પહોંચ્યા અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું
જાણકારી પ્રમાણે, પ્રયાગરાજના કોલ્વિન હોસ્પિટલની પાસે આ હુમલો ત્યારે થયો, જ્યારે પોલીસની ટીમ અતીક અને અહેમદને લઈને જઈ રહી હતી. આ દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચ્ચે પહોંચ્યા અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે હુમલાખોરોને સ્થળ પર જ દબોચી લીધા હતા. આ આખા હુમલાનો પોલીસ અને મીડિયાની સામે કરવામાં આવ્યો છે. બન્ને આરોપીઓ પર જ્યારે ફાયરિંગ થયું, ત્યારે આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે, જેનું નામ માન સિંહ છે. તેમને પણ સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

હુમલાખોરોએ સામેથી સરેન્ડર કરી દીધું
આ દરમિયાન હેરાન કરનાર વાત એ છે કે બધા જ હુમલાખોરો સ્થળ પરથી ભાગવાની જગ્યાએ શ્રી રામના નારા લગાવતા સામેથી જ સરેન્ડર કરી દીધું હતું.

તમને જણાવી દઈએ કે આની પહેલા ગુરુવારે યુપીના ઝાંસીમાં યુપી STFએ અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેની સાથે જ શૂટર ગુલામને પણ ઠાર કરાયો હતો. STFની ટીમે છેલ્લા દોઢ મહિનાથી અસદ અને ગુલામને ટ્રેસ કરી રહી હતી. આ એન્કાઉન્ટર યુપી STFના ડેપ્યુટી SP નવેન્દુ અને ડેપ્યુટી SP વિમલની આગેવાનીમાં થઈ હતી. અસદ પર પાંચ લાખનું ઈનામ લાગ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *