
વલસાડમાં ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ વિદેશી દારૂની મહેફીલ માણતા ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસે કોઈપણ પ્રકારની શેર શરમ વગર આ મામલે કડક કાર્યવાહી કરી છે.
- વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ
- હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો રંગમાં ભંગ
- વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા
- પોલીસે આ મામલે તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી
ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવવાના દાવાઓ કરી રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં છાશવારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે તો સાથે સાથે દારૂની મહેફીલ પણ મોટા પાયે ઝડપાય છે. સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ છે. જોકે, આ વખતે મોંઘા વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા છે. ત્યારે કોણ છે આ સત્તા પક્ષ ભાજપના અગ્રણીઓ જેમના પર દારૂ મહેફિલનો કેસ નોંધાયો છે.


પોલીસે પાડ્યો હતો રંગામાં ભંગ
વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસે રેડ કરી હતી. રેડમાં પી.આઈ સહિત મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં સોસાયટીના મકાન નંબર 8ના ટેરેશ પર ચાલતી દારૂની મેહફીલ માણતા 15 શોખીનો ઝડપાઈ ગયા હતા. આ મહેફિલમાં વલસાડ નગરપાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી. આ દરોડા દરમિયાન માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર તેમજ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા.
25 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો હતો જપ્ત
વલસાડ પોલીસએ રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરમિયાન મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂની બોટલો પણ મળી આવી હતી. ઝડપાયેલ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી અડધી રાત્રે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરા આવી પહોંચ્યા હતા. જોકે, પોલીસે કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂની મહેફિલમાં ઝડપાયેલા શખ્સો
– દર્શન પટેલ
– તપન પટેલ
– દિનેશ આહીર
– મેહુલ લાડ
– દર્શન ઠાકોર
– જીજ્ઞેશ ભાનુશાલી
– મિહિર પંચાલ
– આશિષ કેવટ
– રાકેશ ઠાકરે
– કૃણાલ મોરે
– સૌરભ દેસાઈ
– ભાર્ગવ દેસાઈ
– નિકુલ મિસ્ત્રી
– પ્રિયાશુ દેસાઈ
– પ્રેગ્નેશ પટેલ
સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા...નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.
