રામનવમીએ હવન કરી રહેલા લોકો 40 ફૂટ નીચે પડ્યા, 17ને બચાવાયા.

breaking Latest

ઇન્દોરમાં મંદિરમાં વાવ પરની છત પડી, 13નાં મોત

ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. જેમાં મહિલા, પુરૂષ અને બાળકો પણ સામેલ છે. 13 લોકોનાં મોત થયા છે. 17 લોકોમાં વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાવમાં ચારથી પાંચ ફૂટ પાણી છે અને બાકી પથ્થર અને કાંપ છે.

ઘટનાસ્થળે હાજર રહેલા ભાજપના ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્યએ ભાસ્કરને જણાવ્યું કે તંત્રએ તેમને પાંચ લોકોના મોત થયાની જાણકારી જણાવી છે. જેમાંથી બેની ઓળખ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત તમામ MIC સભ્યો મિટિંગ છોડીને સ્થળ પર પહોંચી રહ્યા છે. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે. કન્યા પૂજનનો કાર્યક્રમ હતો એટલે મંદિરમાં ભક્તોની ભીડ વધુ હતી.

PMએ CMને ફોન કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ઈન્દોરમાં બનેલી ઘટનાથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે.

We Are Hiring..!
યુવક યુવતીઓ માટે સમાચાર ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક….
સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.
https://www.youtube.com/channel/UCcND
લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…

Gujarat Nation
Panchmahal Mirror
Editor – Owner

*Dharmesh Vinubhai Panchal*
7572999799
www.panchmahalmirror.com

        સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…
                ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *