અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સરકાર શ્રી ના આદેશ અનુસાર મોડેલ સ્કૂલ માં સેલ્ટર હોમ સેન્ટર બંધ કરી સરકારી હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

આજ રોજ જાફરાબાદ ખાતે આવેલ મોડેલ સ્કૂલ મા ચાલતું સ્ક્રિનિંગ સેંટર તમેજ સેલ્ટર હોમમા કામ કરતા કોરોના યોદ્ધાઓ ઘર તેમજ પરિવાર ની પરવા કર્યા વિના સતત હાજરી આપી હતી જાફરાબાદ ના વેપારી એસોશિયન ના પ્રમુખ હર્શદ ભાઈ મેહતા, સેક્ટટરી જયેશ ભાઈ ઠાકર તમેજ ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ ચેતન શિયાળ, જાફરાબાદ બજરંગ દાળ ના પ્રમુખ મનહર બારૈયા, સામાજિક કાર્યકર ગૌરાંગ ડૉક્ટર દ્વારા જીવની અને પરિવાર ની પરવા કર્યા વગર જીવના જોખમે સતત હાજરી આપી અને ગરીબ તેમજ જરૂર મંદ લોકો ની સહાય કરવામાં આવી હતી

કાર્યમાં સતત 15 દિવસથી પોતાના ના ઘર પરિવાર પરવા કર્યા વગર આરોગ્ય વિભાગ ના THO ડૉક્ટર ગોસ્વામી સાહેબ ડૉક્ટર જોગદીયા, ડૉક્ટર રિતલ બાંભણીયા, ડૉક્ટર ભૂમિકા ગોહીલ, તમેજ મેડિકલ સ્ટાફ અને શિક્ષણ વિભાગ ના બારડ સાહેબ, સોસા સાહેબ, સાચીન સાહેબ, રમેશ મારું સાહેબ અને નગરપાલિકા વિભાગ ના સફાઈ કર્મચારીઓ તમેજ પોલીસ સ્ટાફ ના જવાનો તમેજ જાફરાબાદ મામલતદાર સાહેબ ના માર્ગદર્શન મુજબ ચાલતા આ સેલ્ટોર હોમ મા આજ સુધી અંદાજે 3300 લોકો નું સ્ક્રિનિંગ કરવામા આવ્યું ત્યાર બાદ તેમને પોત પોતાના ગામમા પોતાના ઘરે હોમ કોરોનટાઇન કરાયા હતા અને સરકાર શ્રી ના આદેશ અનુસાર આજે સેલ્ટર હોમ સેન્ટર બંધ કરી જાફરાબાદ સરકારી હોસ્પિટલમા ફેરવામા આવેલ છે હવે પછી બહાર ગામ થી જે લોકો આવશે તેનું સ્ક્રિનિંગ જાફરાબાદ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *