રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરગઢડામાં રહેતા સંજયભાઇ પરસોતમભાઇ જેઠવા ગાદલાની દુકાન ધરાવતા હોય અને ગાદલા બનાવી વેચાણ કરતા હોય એ દરમ્યાન સવારના દસ વાગ્યાની આસપાસ ગીરગઢડા જ રહેતો યુસુબ ગુલમહમદ મકરાણી નામનો શખ્સો દુકાને આવી પહોચી ગયેલ અને તેમણે તેનું ગાદલુ માંગેલ જેથી ગાદલુ આપતા આવુ ગાદલુ નહીં મોટુ જોયે છે તેમ કહેતા દુકાનદારે થોડીવાર રાહ જોવા કહેતા ઉશ્કેરાઇ ગયેલ શખ્સે અત્યારેજ ગાદલુ જોયે છે તુ મને ઓળખે છે હું કોણ છું તેમ કહી ગાળો કાઢેલ અને ગાળુ બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઇ જઇ સંજયભાઇને કાન પર ધોલ ધપાટ કરી મારમારેલ હતો. અને તેની પાસે રહેલ લાકડી ઉગામી જેમફાવે તેવી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યો હતો. આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. જોકે આ શખ્સ ધમાલ કરી દુકાનદારને મારમારો હોવાનો વિડીયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલ હતો.