કોરોના સંક્રમણ લોકડાઉંનના ચોથા તબક્કામાં વેપાર રોજગાર માટે રાજ્ય સરકાર તરફ થી આપવામાં આવેલ વિશેષ છૂટછાટના પાલન અનુસંધાને બુધવાર રોજ કાલોલ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાં અંતર્ગત શોપિંગ કોમ્પલેક્સમાં દરેક વેપારીઓએ ઓડ-ઈવન પધ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે તે સંદર્ભે કાલોલ નગર પાલિકાના મુખ્ય બજારમાં આવેલી રો-સિસ્ટમની દુકાનો પર નગરપાલિકા દ્વારા નંબરીંગ કરી ઓડ ઈવન નંબર પ્રમાણે ક્રમને ચલાવવાની વેપારીઓને તાકીદ કરવામાં આવ્યા હતા. ઓડ નંબર એટલે કે એકી સંખ્યામાં નંબર ધરાવતી દુકાનો એકી સંખ્યાની તારીખ અને ઈવન નંબર એટલેકે બેકી સંખ્યામાં નંબર ધરાવતી દુકાનો બેકી સંખ્યાની તારીખ એ ખુલે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે