કાલોલ : આદર્શગામ ગણાતું સણસોલી ગંદકીથી ખદબદી ઉઠ્યું.

Gujarat Kalol Latest Madhya Gujarat
Editor - Owner : Dharmesh Vinubhai Panchal.

અનેક રજૂઆત પણ પરિસ્થિતિ એની એજ!. " હમ નહિ સુધરેંગે "

કાલોલ તાલુકાના આદર્શગામ અને એક સમયના સાંસદ દ્વારા દત્તક લેવામાં આવેલ ગામની હાલની પરિસ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે. સણસોલી ગામના સ્મશાન તરફ જવાના માર્ગ ઉપર આવેલા પાંચ ફળિયાના રહીશો મુખ્ય રસ્તા ઉપરની ગંદકી અને કીચડથી ત્રસ્ત બન્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. આ સમસ્યાનું જલદી નિરાકરણ આવે તેવી જ સ્થનિકોની તંત્ર પાસે માંગ કરી છે.

રહીશો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા હોઈ તેવી દયનિય સ્થિતિ

વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે કાલોલ તાલુકામાં સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય સરકાર બન્યા બાદ પ્રજા માટે કઈ થયું નથી. કાલોલ તાલુકાનું એક સમયનું આદર્શ ગામ સણસોલીના પાંચ ફળિયાના રહીશો ભારે નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભા, લોકસભા ગામના લોકો મત આપે છે. પણ આ તમામ ચૂંટણીઓમાં જીત મેળવનારા સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સાંસદ સણસોલી ગામના રહીશોની સમસ્યા નથી સાંભળતા કે નથી કોઈ નિરાકરણ લાવી શકતા.

બાળકોને શિક્ષણ લેવા ગંદકી માંથી પસાર થવા ના દિવસો

બાળકો શિક્ષણ માટે જાય છે, ત્યારે પણ આ માર્ગ ઉપરની ગંદકી પસાર કરીને મહા મુસીબતે શિક્ષણ લેવા બીજા ફળિયામાં આવેલી શાળાએ જવું પડે છે. એક સમયે ભાજપના સંસદ અને આજની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ધારાસભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનાર પ્રભાતસિંહ ચૌહાણે જે તે સમયે આ ગામને આદર્શ ગામ બનાવવા ગામ દત્તક લીધું હતું. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર આ મુખ્ય રસ્તો સ્વચ્છ કરવા રજૂઆત કરી છે, પરંતુ ગ્રામ પંચાયતના અણઆવડત ભર્યા વહીવટને કારણે અનેક લોકોની આ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી.

 સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા...નીચે આપેલ  ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *