માનવ ભક્ષી કોરોના વાયરસના સંક્રમણ ને ફેલાતો અટકાવવાના પ્રયત્નોના ભાગરૂપે અને કોરોના સામે ની લડાઈમાં જાગૃતતા નો ફેલાવાના આશયે કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લે કાર્ડ સાથે ની રેલી સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે કાઢવામાં આવી હતી. કાલોલ શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાલોલ નગરપાલિકા પ્રમુખ સહીતના સભ્યો હાજર રહ્યા હતા રેલી નો મુખ્ય ઉદ્દેશ કાલોલ નગરજનો અને વેપારીઓને કોરોના વાયરસના સંક્રમણને સંબંધિત માર્ગદર્શનો અને કોરોના વાયરસ થી બચવા અંગેની સાવચેતીઓની માહિતી આપવાનો હતો