કાલોલ : ઘણા સમય થી બિસ્માર પડી રહેલ રોડ બનાવનાર દેસાઈ કન્સ્ટ્રક્સન કંપની ના ડમ્ફર ચાલકો ની દાદાગીરી ..પાલિકા તંત્ર મૃગપ્રેક્ષક.

breaking Kalol Latest Madhya Gujarat

કાલોલ નગર માં વિજય સિનેમા પાસે નો ઘણા સમય થી બિસમાર હાલત માં પડેલ રોડ નું કામ શરુ થતા રાહત ની સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર ના ડમ્પર ડ્રાઈવરો દ્વારા નગર ના રસ્તે થી બેફામ અને ગફલત રીતે ડમ્પરો હંકારવા થી એક્સીડંટ થવા ની સંભાવનાઓ સેવાઈ રહી છે. આજ રોજ નવાપુરા માં થી વિમાન ની ગતિએ હંકારી રહેલા ડમ્ફર ડ્રાઈવર ની દાદાગીરી સામે આવી છે, તેવા માં જો કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને તો તેની જવાદારી કોની ? એ એક સવાલ બની ને રહે છે અને આવા કોન્ટ્રાકટર ના એન્જીનયર સાથે વાત કરતે તેઓ ને પૂછતાં કે આ ડમ્ફર ના ડ્રાઈવર પાસે શું વિમાન નું લાઇસન્સ છે તો તે એન્જીનયરે હા અને હેવી લાઇસન્સ છે તેવા ઉડાવ જવાબો આપ્યા હતા તેવામાં પાલિકા તંત્ર ની કોઈ જવાદારી ના હોઈ તેમ પાલિકા ના એન્જીનયર સાહેબ એક ખૂણા માં શાંતિ થી બેસી ને મોબાઈલ માં બિઝી જોવા માંડ્યા હતા તેઓ ને સમગ્ર ઘટના ની જાણ કરવા છતાં પાલિકા ના એન્જીન્યર નો પણ ઉડાવ જવાબ કે કંપની ના સુપર વાઇઝર ને વાત કરો ,… તો શું તેઓ ની જવાદારી માં નથી આવતું? .. લોક ચર્ચા એ તેવું પણ જાણવા મળેલ છે કે આ કોન્ટ્રાક્ટર ના ડમ્ફર ના ડ્રાઈવરો બીજા પણ અનેક રહીશો સાથે દાદાગીરી ભર્યું વર્તન કરી ચુક્યા છે તો લોક મુખે ચર્ચાતો પ્રશ્ન કે જો ડ્રાઈવરો આવી દાદાગીરી કરે એન્જીનરયો આવા જવાબો આપે તો શું આ કામ ગુણવતા પ્રમાણે થતું હશે ? કે કેમ એ તાપસ નો વિષય બને છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ  ગ્રુપ માં જોડાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *