હાલોલ તાલુકાના સૈયદપુરા ગામેથી 09 ફૂટનો અજગર ઝડપાયો.

Halol Madhya Gujarat

હાલોલ તાલુકાના સૈયદપુરા ગામે ખેતરમાં એક 09 ફુટના અજગરે દેખો દીધો હતો. ત્યારે ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પરમારે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના અશોકભાઈ રાઠોડને જાણ કરતા તેમને જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને જાણ કરી હતી. તેમને સત્વરે હાલોલ તાલુકાના RFO સતિષભાઈ બારીયા ને જાણ કરી. ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની પુરી ટીમ સાથે મળી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સફળ રીતે પૂરું કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ કરતા અજગરને શારીરિક કમજોરી જાણવા મળતા તેને વેટરનરી ડૉક્ટર ધારાબેન પંચાલ પાસે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સહી સલામત રીતે હાલોલ વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…

લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

Gujarat Nation
Panchmahal Mirror

Editor – Owner

Dharmesh Vinubhai Panchal

7572999799

www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *