રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના લીંબડી બાર ફડીયા ગામે આજરોજ સરદાર સરોવર નિગમના નાયબ કલેકટર તથા વહીવટદાર કચેરી ના અધિકારીઓ દ્વારા જમીન માપણી તથા જમીન સર્વે તથા ફેન્સીંગ તારની વાડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી જેને લઇને ગામ લોકો ઘટના સ્થળે ભેગા થઈ કામગીરી કરવા આવેલા અધિકારીઓને રજૂઆત કરી હતી જાણવા મળેલ છે કે આ બાબતે રાજ્યપાલ શ્રી ને પણ લેખિતમાં જાણ કરાઈ હતી અને તેના જવાબમાં રાજ્યપાલશ્રીએ નર્મદા જિલ્લા કલેકટર તથા નર્મદા જિલ્લા પોલીસ વડાને આ કામગીરીને લઇ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની જાણ કરી હતી તેમ છતા પણ રાજ્યપાલના લેખિત હુકમ ને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લેતા કામગીરી ચાલુ રહી હતી જેને લઇને ગામલોકો અને અધિકારીઓ તથા પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી ગામ લોકોનું કહેવું છે કે હાલમાં લોકડાઉંનની પરિસ્થિતિ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારી અધિકારીઓ પોલીસનો બળપ્રયોગ કરીને સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી કામગીરી કરી રહ્યા છે અને આ બધું પોલીસ મૂંગે મોઢે સહન કરી રહી છે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં મૂંઝવણ અનુભવી રહી છે શું પોલીસ અધિકારીઓ પર કોઈનું દબાણ હશે? વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડયું છે એક બાજુ પોલીસ જનતાને લોકડાઉંન ના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે જ્યારે બીજી બાજુ ગામડાઓમાં અધિકારીઓને પ્રોટેક્શન આપે લોકડાઉંન એ પરિસ્થિતિમાં કાયદા અને કાનૂનનો ભંગ કરી કામગીરી કરાવી રહી છે પ્રજાના રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો એ મોટો પ્રશ્ન છે જે અધિકારીઓ રાજ્યપાલશ્રીના હુકમ ને પણ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લે તો એ બીજું શું ન કરી શકે? તો આવા અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવાશે? કે પછી તેઓને છાવરવામાં આવશે પોલીસ પણ શા માટે આવા કામોમાં અધિકારીઓને સહકાર આપી રહી છે તે હજી સુધી સમજાતું નથી