આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ લાગશે ત્યારે વ્હોટ્સએપ પર અત્યારથી જ ગ્રહણ લાગી ગયું. વિશ્વનાં મોટાભાગના દેશોમાં વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થઈ ચૂકી છે. એવા અહેવાલો છે કે, યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે વ્હોટ્સએપ કામ કરતું નથી અને તેને કારણે હજારો યુઝર્સને અસર થઈ છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, લખનઉ, અમદાવાદ સહિત ભારતનાં વિવિધ શહેરોમાં વ્હોટ્સએપ સર્વર ડાઉન થયું છે.