પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં
શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
વ્યસન મુક્તિ સભાઓનું આયોજન કરાયું.
ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજે આજથી 39 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ઉતરોત્તર હરિભક્તોની સખ્યા વધતાં 20 વર્ષ પહેલાં વિશાળ જમીન લઇ નૂતન મંદિરમાં ભગવાનને બિરાજમાન કર્યા હતા. પંચમહાલ, દાહોદ અને જિલ્લામાં સપ્ત દિનાત્મક પાવનકારી અધ્યાત્મ વિચરણ દરમિયાન અનેક ગામડાઓમાં પધરામણીઓ, વ્યસન મુક્તિ સભાઓ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરામાં દર્શનદાન અર્પતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના 39માં પાટોત્સવ પર્વે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો, અબજીબાપાની વાતોની સમૂહ પારાયણો, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસ સ્વામી મહારાજના આશીર્વાદ વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા. આ અણમોલા અવસરને માણવા હજારોની સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉમટ્યા હતા.