યોગેશ પંચાલ – કવાંટ
વિરોધ પક્ષ ના નેતા ના મત વિસ્તાર માં આવતા ત્રણ તાલુકા માં તેઓની ગ્રાન્ટ 2021/022 માંથી અનુદાન પેટે બોડેલી તાલુકા ના ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે , પાવીજેપુરના કલારાણી આરોગ્ય કેન્દ્ર તેમજ આજરોજ કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં એમ્બ્યુલન્સ ફાળવી હતી. આદિવાસી વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રમા કોઈ સ્પેશિયાલિસ્ટ ડોકટર ના હોવાથી વધુ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં માંથી અન્ય સ્થળે રીફર કરવામાં આવે છે તેવા સમયે દર્દીને અન્ય સ્થળે જવા માટે વાહનો શોધવાનો વારો આવે છે.તાલુકા ની આદિવાસી પ્રજા ને અન્ય શહેરો માં હોસ્પિલમાં વધુ સારવાર માટે જવા માટે એમ્બ્યુલન્સ સેવા ની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે જેને કારણે સમયસર અન્ય મોટા શહેર ના દવાખાના માં પોહચી શકાય અને યોગ્ય સારવાર મળી રહે અને જાન બચાવી શકાય તેવા ઉમદા હેતુથી ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ની ફાળવણી પોતાની ગ્રાન્ટ 2021/22 અનુદાન માંથી ફાળવી આપેલ છે જેનું આજરોજ કવાંટ સામુહિક આરોગ્ય ખાતે વિધિવિધાન સાથે પુજા કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અધિકારી ડો પ્રશાંતભાઇ , પૂર્વ ન્યાય સમિતિ ના ચેરમેન રણછોડભાઈ વણકર, કવાંટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાઠવા તેમજ તાલુકા ના અન્ય હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૃતિ ગૃહ માટે અગાઉ જગ્યા હતી જ્યાં ત્રણ વર્ષ અગાઉ તે જગ્યા પર ની બિલ્ડિંગ ને તોડી પાડવામાં આવી હતી જે આજદિન સુધીમાં ફરી એ જગ્યા પર હોલ બનાવવાનો હોય તે બન્યો નથી જેને કારણે તાલુકા ના અન્ય ગામડાઓ માંથી આવતી મહિલા ઓને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.વેહલી તકે આ ખાલી પડેલી જગ્યા પર હોલ બનાવવામાં આવે અને પી.આઇ.યું દ્વારા બનાવવામાં તેવી માંગ ઉપસ્થિતિ રહેલા આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત, કવાંટ તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા પ્રતાપભાઇ રાઠવા, રાયસિંગ પુરા ના અગ્રણી અરવિંદભાઈ, હમીરપુરા ના અગ્રણી રસિકભાઈ, સિંગલદા ના હસમુખભાઈ તેમજ તાલુકા ના આગેવાનો દ્વારા ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા ને રજુઆત કરવામાં આવી હતી..