યોગેશ પંચાલ , કવાંટ
ગુજરાત રાજયમાં છેલ્લા ત્રણ દાયકા ના નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને આપખુદશાહી પ્રજાવિરોધી નિર્ણયો ના પરિણામે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ તેમના છેલ્લી ઘડી ના પ્રયાસ કરીને પ્રજા ઉપર ધાક ધમકી જમાવવા હવાતિયાં મારી રહ્યા છે જેને પગલે ગત શનિવારે કોંગ્રેસ પક્ષ ના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ધાતક હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢે છે અને તાકીદ કરે છે કે આવી કોઈ ઘટના સાંખી લેવામા આવશે નહીં.
આદિવાસી પ્રજા માં ભારે લોકચાહના મેળવી રેહલા અનંત પટેલ ના નિશ્ચિત વિજય ને સાંખી નહીં શકતા કથિત રીતે નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીખુભાઇ આહીર દ્વારા કોંગ્રેસ ના આદિવાસી નેતા અનંત પટેલ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે, પ્રજાલક્ષી કે જાહેર હિત ના કોઈ કામ છેલ્લા 25 વર્ષ દમિયાન નહી કર્યા હોવાથી પ્રજા ના રોષ નો ભોગ બની રહેલા ભાજપ ના નેતાઓ ચૂંટણી વિજય મેળવવા પ્રજા પર ધાક ધમકી જમાવવા આવી નિમ્ન સ્તરીય રાજનીતિ આચરી રહ્યા છે, આ ઘટના અંગે તાકીદે તપાસ હાથ ધરી ને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્ય માં આવી કોઈ ઘટના બને નહી તે માટે અગમચેતી પગલા લેવામાં આવે અને દોષિતો સામે કાયદાકીય પગલા લેવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી માંગણી સાથે કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કવાંટ મામતદાર ને આવેનપત્ર આપવામાં આવ્યું હતુ.
Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA
વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.