સુરતમાં હુમલો : લિંબાયતમાં ત્રણ શખસોએ ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, દુકાનદારને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ.

breaking Daxin Gujarat Latest Surat

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઇલેક્ટ્રિકની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ દુકાનદારને માર મારવામાં આવ્યો છે જેને લઇને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

લિંબાયતમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ.

અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી દુકાનદારને માર માર્યો
અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી દુકાનદારને માર માર્યો.


લિંબાયતમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્વોની ધમાલ સામે આવી છે. અસામાજિત તત્વો દુકાનમાં ઘૂસી આવ્યા અને દુકાનદાર પર હુમલો કર્યો હતો. કેમેરાના સ્ટેન્ડ વડે માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. ત્રણ જેટલા અસામાજિક તત્વો દુકાનમાં આવ્યા હતા અને દુકાનદારને માર માર્યો હતો.

એટલું જ નહીં દુકાનમાં રહેલું ટીવી પણ તોડી નાખવામાં આવ્યું હતું અને દુકાનમાં રહેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દુકાન માલિકને કેમેરાના સ્ટેન્ડ વડે માર મારતા આંખની નીચેના ભાગમાં ઇજા પણ થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.


સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા નીતેશ કુમાર જયસ્વાલ ઇલેક્ટ્રિકનું કામકાજ કરે છે. તેઓએ આ સમગ્ર બનાવ અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ભરતસિંગ, અંકિત અને જીતુ નામના ઇસમોએ દુકાનમાં ઘૂસી માર માર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.

Editor  / Owner

Dharmesh Vinubhai Panchal

7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો ન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *