હાલોલમાં વરસાદમાં વીજ ફોલ્ટ થતાં અનેક સોસાયટીઓમાં અંધારપટ સર્જાયો હતો ; વીજ ટ્રાન્સફોર્મર્સ પરની વનસ્પતિઓ સાફ કરવા રજૂઆત.

Halol Latest Madhya Gujarat Panchmahal

સાફ-સફાઈના અભાવે અકસ્માતનો ભય..

હાલોલ શહેરની સોસાયટીઓમાં આવેલા વીજ કનેક્શનના ટ્રાન્સફોર્મર ઉપર ચોમાસા દરમ્યાન ઊગી નીકળેલી વનસ્પતિઓ વીંટળાઈ ગઈ હોવાથી કોઈ ફોલ્ટ સર્જાય કે અકસ્માત થાય એ પહેલાં સાફસફાઈ કરવા હાલોલ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીના એક્ઝિક્યુટિવ ઈજનેરને જણાવવામાં આવ્યું હતું . તેમ છતાં આ કચેરીના જાડી ચામડીના અધિકારીઓ ફોલ્ટ કે અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યાં છે.

હાલોલ શહેરમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની લાઈનોનું મરામત અને સમારકામ કરવામાં નહીં આવતા સાફસફાઈના અભાવે ચોમાસામાં ઊગી નીકળેલી વનસ્પતિઓના વેલાઓ ટ્રાન્સફોર્મર ઉપર અને પોલ ઉપર ચડી જતાં વારંવાર વીજ લાઈનોનો ફોલ્ટ થાય છે. છતાં હાલોલ શહેરના વીજ કંપનીના અધિકારીઓ સાફસફાઈ કરાવતા નથી.

વરસાદમાં આ ટ્રાન્સફોર્મર ઉપર વીંટળાયેલા વેલાઓને કારણે ફોલ્ટ થતાં અનેક સોસાયટીઓનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પ્રવાહ સતત ન રહેતા વોલ્ટેજ અપ-ડાઉન અને બંધ થઈ જવાનું સતત ચાલું રહેતા અનેક લોકોના વીજ ઉપકરણોને નુકશાન થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ગત રાત્રે ગયેલો વીજ પ્રવાહ આજે વારંવાર ફરિયાદ કરતા બપોરે શરૂ કરવામાં આવ્યો હતો. આજે વીજ પ્રવાહ ચાલું કરવા આવેલા કર્મચારીઓ પણ સમારકામ કરી જતા રહ્યાં પરંતુ, વનસ્પતિઓના વેલાઓ સાફસફાઈ કરવામાં નહીં આવતા આ ટ્રાન્સફોર્મરમાં ફરી ફોલ્ટ કે અકસ્માત થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહીં છે.

Gujarat_nation

Panchmahal_mirror

Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.

Editor  / Owner

Dharmesh Vinubhai Panchal

7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *