યોગેશ પંચાલ , છોટાઉદેપુર
ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જીલ્લો તેમજ એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તેમજ જે.જી.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક છોટાઉદેપુર નાઓએ આપેલ સુચના આધારે પોસ્ટેમાં રચના કરેલ “સી” ટીમ તેમજ “એસ.પી.સી” ટીમ નાઓના સંયુકત પ્રયાસથી આજ રોજ ઉમઠી ગામે એક મિટીંગ નુ આયોજન કરવામાં આવેલ જેમા હાજર ભાઇઓ-બહેનો ને ટ્રાફિક અંગેની સમજ, વારંવાર દવા પીવાના બનાવ અંગે, નાની ઉમર ની છોકરીઓ ભાગી જવા અંગે, બાળ લગ્ન અટકાવવા અંગે, અને નશા નુ સેવન ન કરવુ જોઇએ તે બાબતે જરૂરી સુચનાઓ આપી સમાજ માં બનતા અઘટીત બનાવો રોકવા ઉદાહરણો આપવામાં આવ્યા હતા અને અંતમાં ગામની ૧૦૯ વિધવા બહેનો ને સુરક્ષાસેતુ અંતર્ગત તથા કવાંટ પોલીસ પરિવાર તથા પોલીસ તરફથી અનાજ કરીયાણા ની કીટ એનાયત કરવામાં આવેલ હતી. આ રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવુ ઉદાહરણ પુરૂ પાડી માનવતાની ઉત્તમ કામગીરી કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા કવાંટ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. સી.એમ.ગામિત, હે.કો. સુમિત્રાબેન વજેસિંગભાઇ , વુમન અપોકો ધર્મિષ્ટાબેન અર્જુનભાઇ તેમજ કિરણભાઇ ફુલસિંગભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરી હતી.