યોગેશ પંચાલ, છોટાઉદેપુર
કવાંટ નગર માં કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા નવ નિર્મિત એસ.ટી ડેપો નું ગુરુવાર ના રોજ સાંજ ના 6.00 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને લઈને કવાંટ નગર ના નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે કોઈ ઉત્સવ ઉજવાય રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સ્વયંભૂ કવાંટ ના વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ છાયા બેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ, આદિજાતિ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નિમિષા બેન સુથાર તેમજ કવાંટ ગ્રામ પંચાયત ના હોદ્દેદારો અને કવાંટ તેમજ આસપાસ ના નગરજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર તરફથી નિગમ ને બસ સ્ટેશન ના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી વડોદરા એસ.ટી વિભાગ ના કવાંટ ખાતે નવીન જમીન ઉપર બાંધવામાં આવનાર આર. સી. સી ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધા યુકત બસ સ્ટેન્ડ માં આપવામાં આવનાર સગવડતા તથા મુસાફરો માટે સુવિધાઓ જેમાં 5 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે વેઇટિંગ હોલ, કેન્ટીંગ, વોટર રૂમ, સ્ટોલ, મુસાફર જનતા માટે શૌચાલય તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહશે.
કવાંટ ગ્રામ પંચાયત દ્વારા 4481 ચો. મી જમીન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા ને રૂ.1 ના ટોકન દરે 99 વર્ષ ના ભાડા પટ્ટા 10 ટકા વાણિજય વિકાસ ના દરે જમીન નો કબજો સોંપવામાં આવ્યો છે. કવાંટ માં ફરી બસ સેવાઓ શરૂ થાય તે માટે નગર ના વેપારીઓ, આગેવાનો અને જાગૃત યુવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. કવાંટ નગર માં નવું એસ.ટી સ્ટેન્ડ બનાવવા માટે ફતે ટેકરી ઉપર ની 25 જેટલી કેબીનો પણ છેલ્લા 5 વર્ષ પહેલાં હટાવી દેવામાં આવી હતી.1998 માં કવાંટ તાલુકા નું નિર્માણ થયા બાદ 24 વર્ષ પછી પણ એક એસ.ટી ડેપો બન્યો ન હતો.જયારે હાલ માં હાલમાં એસ.ટી ડેપો નિર્માણ થવા જઈ રહ્યો છે તેવા સમયે નગર માં એસ.ટી બસ કેવી રીતે લાવવી એ પ્રજા માં પ્રશ્ન છે.? જ્યારે એસ.ટી બસ ને નગર માં લાવવામાં આવે છે ત્યારે કેટલાક દબાણકર્તા ઓ દ્વારા એસ.ટી બસ ના ડ્રાઈવર ને કનડગત ઉભી કરવામા આવે છે. એસ.ટી બસ ના ડ્રાઈવરો નગર માં બસ લાવવા ઇચ્છતા હોવા છતાં નથી લાવી શકતા અને તેને લઈને નગર ની પ્રજા ને બસ ની સુવિધા થી વંચિત રહેવું પડે છે અને ખાનગી વાહનો નો સહારો લેવો પડે છે.
જે ગ્રામ પંચાયત દ્વારા જમીન સંપાદન કરવામાં આવી અને પાવી જેતપુર ધારાસભ્ય અને વિરોધ પક્ષ ના નેતા દ્વારા આ ડેપો કવાંટ નગર માં જ બને તેના માટે ભારે જહેમત ઉઠાવી આ નવીન ડેપો માટે મંજુરી અપાવી અને હાલ આ ડેપો નું ખાતમુહૂર્ત થયું તેમાં ધારાસભ્ય ને જ ભુલાયા. જેને લઈને કવાંટ નગર ના નગરજનો માં ચર્ચા નો વિષય બન્યો હતો. જેની પ્રતિક્રિયા આપતા કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી એ કહ્યું હતું કે અમારા ત્યાંથી બધાને આમંત્રણ જાય છે માર્ગ મકાન વિભાગ માંથી પણ આમંત્રણ જાય છે આવવું કે ના આવવું એમની મરજી, ક્યાં બેસાડવા એ સરકાર નો વિષય છે આવી બધી નાની નાની બાબતો માં પડવું નહીં. જેના હૈયામાં જાહેર જીવન નું હિત હોય તો અચૂક કાર્યક્રમ માં હાજર હોય છે.આમંત્રણ પત્રિકા માં નામ છાપવામાં નથી આવતું એના પરિપેક્ષ માં છેલ્લા 5 વર્ષથી અનેક ના નામ વારંવાર છાપવામાં આવ્યા છે પણ કોઈ આવતું નથી.