વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવાતી પરીક્ષાઓ પૈકી મોડી રાત્રે ધોરણ 7નું વિજ્ઞાન અન્ડ ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનનું પેપર ફૂટી જતાં આજ તા. 22 અને આવતીકાલ તા.23 ના રોજ લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાસનાધિકારી ધર્મૈન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલ રાજ્યભરમાં ધોરણ 1થી 7ના બાળકોની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં મોડી રાત્રે તળાજા ખાતે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર ફૂટ્યું હોવાનું અધિકારીઓને માહિતી મળી હતી. જેના આધારે શિક્ષણ નિયામકે રાત્રે ત્રણ વાગ્યે ધોરણ 7ની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરતો મેસેજ તમામ જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે પાઠવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આજે વડોદરામાં પણ સમિતિના ધોરણ 7ના બાળકોની પરીક્ષા લેવામાં આવી ન હતી. તેવી જ રીતે પરીક્ષા આવતીકાલ તા. 23ના દિવસની પણ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણ સમિતિનું પેપર ફૂટી ગયાની જાણ થતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ હીતેન્દ્ર પટની આજે જયરત્ન બિલ્ડીંગ સ્થિત શિક્ષણ સમિતિના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સમિતિના બાળકોના પ્રશ્નપત્રો કેવી રીતે સાચવવામાં આવે છે? તેની જાતમાહિતી મેળવી હતી. અહીં આવેલા પ્રશ્નપત્રોની જાળવણી ઉપરાંત અહીંથી થતો ડિસ્ટ્રીબ્યુશન સહિતની વિગતો તેમણે મેળવી હતી. દરમિયાન ચેરમેને અમુક સૂચન પણ કર્યા હતા. શિક્ષણ સમિતિનું પેપર ફૂટી ગયાની જાણ થતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ હીતેન્દ્ર પટની આજે જયરત્ન બિલ્ડીંગ સ્થિત શિક્ષણ સમિતિના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સમિતિના બાળકોના પ્રશ્નપત્રો કેવી રીતે સાચવવામાં આવે છે? તેની જાતમાહિતી મેળવી હતી. અહીં આવેલા પ્રશ્નપત્રોની જાળવણી ઉપરાંત અહીંથી થતો ડિસ્ટ્રીબ્યુશન સહિતની વિગતો તેમણે મેળવી હતી. દરમિયાન ચેરમેને અમુક સૂચન પણ કર્યા હતા. જયરત્ન બિલ્ડીંગ ખાતે શિક્ષણ સમિતિના કંટ્રોલ રૂમની તકેદારી રાખતા અધિકારી પીનાકીન પટેલે જણાવ્યું હતું કે, આપણે ત્યાં પ્રશ્નપત્રો સાચવવાની ટેકનીક ઘણી યોગ્ય રીતે મેન્ટેન થઈ રહી છે. આ પરીશર સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને જ્યાં પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે એ રૂમની બારીને જાળીથી પણ ફીટ કરવામાં આવી છે. તેમજ બિલ્ડીંગ ખાતે ૨૪ કલાક સિક્યુરિટી તૈનાત કરવામાં આવી રહી છે જ્યારે આજની અને આવતીકાલની પરીક્ષા રદ થઈ છે ત્યારે શિક્ષણ સમિતિની તમામ શાળાઓને જે પ્રશ્નપત્ર પાઠવી દેવાયા છે તે આજે બપોરે બાર વાગ્યા પહેલા પરત લેવામાં આવશે. તેમજ તેનું રોસ્ટર કરી આ પ્રશ્નો હાલ કસ્ટડીમાં લેવામાં આવશે. પીનાકીન પટેલે એક પ્રશ્નના ઉત્તરમાં એમ પણ જણાવ્યું કે, આજે પરીક્ષા રદ્દ થતા અમે સમિતિના અંદાજે છથી સાત હજાર બાળકોને રજા આપી દીધી ન હતી પરંતુ તેમને ઘરે પરત મોકલવાના બદલે શાળામાં બેસાડીને બે કલાક અભ્યાસ કરાવ્યો હતો. જેમાં તેઓને આગામી દિવસોમાં લેવાની પરીક્ષાનું રિવિઝન કરાવામાં આવે તેનું પ્રાધાન્ય અપાયું હતું.
