બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તમાકુ કંપની સાથેના કોન્ટ્રાક્ટને કારણે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી અક્ષય કુમાર તમાકુની જાહેરાત કરવાને કારણે ટ્રોલ થતો હતો. એક્ટરે આ અંગે માફી માગી હતી અને જાહેરાતમાંથી મળેલી રકમ સમાજસેવામાં વાપરવાનું નક્કી કર્યું છે. વિરાટ કોહલી તથા રણવીર સિંહ પછી અક્ષય કુમાર ભારતનો ત્રીજો સૌથી મોટો બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સેલિબ્રિટી છે. ફિલ્મ ઉપરાંત અક્ષય કુમાર જાહેરાત, પ્રોડક્શન હાઉસ તથા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ કમાણી કરે છે. એક્ટર પાસે રસના, હાર્પિક, પોલિસી બાઝાર, ડૉલર ક્લબ જેવી કંપની એન્ડોર્સ કરી છે.અક્ષય કુમાર દર વર્ષે સૌથી વધુ ફિલ્મ કરનાર બોલિવૂડ એક્ટર છે. જોકે, અક્ષય કુમાર ફિલ્મ જેટલી જ કમાણી જાહેરાતમાંથી કરે છે. અક્ષય કુમાર દરેક જાહેરાત માટે અંદાજે 6 કરોડ જેટલી ફી વસૂલે છે. હાલમાં અક્ષયની પાસે હોન્ડા, રસના, માઇક્રોમેક્સ, પોલિસી બાઝાર, ડૉલર ક્લબ, રિવાઇટલ એજ, લિવગાર્ડ, સુથોલ, પ્રિન્સ પાઇપ્સ, લોઢા ગ્રુપ, લીવર આયુષ જેવી ઘણી કંપનીની જાહેરાત છે. એક્ટરની બ્રાન્ડ વેલ્યુ 14 કરોડ ડૉલર એટલે કે 1066 કરોડ રૂપિયા છે. દર વર્ષે ચારથી પાંચ ફિલ્મ કરનાર અક્ષય કુમાર હાઇએસ્ટ પેડ એક્ટરમાંથી એક છે. અક્ષય કુમાર 80-90 કરોડ રૂપિયા લે છે. ઘણીવાર અક્ષય કુમાર ફિલ્મનો પ્રોફિટ શૅર કરે છે. ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ઉપરાંત અક્ષય ફિલ્મ પ્રોડ્યૂસ કરીને પણ કમાણી કરે છે. 2008માં અક્ષયે હરિ ઓમ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. 2012માં અક્ષયે બીજી પ્રોડક્શન કંપની ગ્રાઝિંગ ગોટ પિક્ચર શરૂ કરી હતી. અક્ષય કુમાર વર્લ્ડ કબડ્ડી લીગની ટીમ ખાલસા વૉરિયરનો માલિક છે. અક્ષય કુમાર સાઇડ ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ કમાણી કરે છે. 300 કરોડથી વધુનું પર્સનલ રોકાણ કર્યું છે. 2020માં અક્ષય કુમારે PM કેર ફંડમાં 25 કરોડનું દાન આપ્યું હતું. અંદાજે 100 ફિલ્મમાં કામ કરનાર અક્ષય કુમાર 2050 કરોડની સંપત્તિનો માલિક છે. અક્ષયને લક્ઝૂરિયસ કાર્સનો શોખ છે. તેની પાસે 11થી વધુ લક્ઝૂરિયસ કાર છે, જેમાં મર્સિડિઝ, બેન્ટલે, હોન્ડા, પોર્શે પણ સામેલ છે. અક્ષય જુહૂમાં રહે છે.
