ધારીમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર બન્યા છે. અહી ખોડિયાર મંદિરે જતો રસ્તો પણ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં છે. ઉપરાંત ગોપાલગ્રામથી સરંભડા સુધીના રોડ પર તો સમમોટા ખાડા પડી ગયા છે. બંને સાઈડોનું ધોવાણ થયું છે. જેના કારણે રાહદારીઓને હાડમારી વેઠવી પડે છે. ધારી પંથકમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા લોક માંગણી ઉઠી છે. અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. મુખ્ય રસ્તાઓ કાચા રોડને પણ સારા કેવડાવે છે. પણ તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી. આવી સ્થિતિ ધારી પંથકમાં જોવા મળે છે. ખોડિયાર મંદિરે દરરાેજ માેટી સંખ્યામા દર્શનાર્થીઅાે અાવતા હાેય છે પરંતુ અહીનાે માર્ગ લાંબા સમયથી બિસ્માર છે. અગાઉ પણ સ્થાનિક લોકોએ રોડ રીપેરીંગ માટે તંત્ર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. પણ હજુ સુધી ધાર્મિક સ્થળે જતો રોડ રીપેરીંગ કે પછી નવો બન્યો નથી. સાથે સાથે ગોપાલગ્રામથી સરંભડાને જોડતો માર્ગ પણ અતિ બિસ્માર બન્યો છે.અહી રસ્તાની બંને સાઈડોનું ધોવાણ થઈ ગયું છે. મસમોટા ખાડાથી લોકો પરેશાન છે. કેટલીય રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે ધારી પંથકમાં તંત્ર રસ્તા રીપેરીંગ માટે અભિયાન ઉપાડે તે જરૂરી છે.
