ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમુદાયમાંથી વહેલી તકે એટલે કે દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 પહેલા દેશમાંથી ટીબી રોગને જડમૂળથી નાબૂદ કરવા કરેલ આહ્વાનનાં પગલે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમની કામગીરીને દેશમાં વેગવંતી બનાવી રહેલા ક્ષય વિભાગના સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે છોટાઉદેપુર જિલ્લાની બે દિવસની મુલાકાતે આવી હતી. જેમાં એક વર્ષ અગાઉ માર્ચ 2021 દરમિયાન સમુદાયમાં ટીબી રોગનું ઇન્ફેક્શન જાણવાનાં હેતુથી છોટાઉદેપુર જિલ્લામાં કલારાણી ક્લસ્ટરનું હાથ ધરવામાં આવેલું સર્વેક્ષણ અનુસાર ટીબી રોગનું ઇન્ફેક્શન મળી આવેલા વ્યક્તિઓને અપાયેલી ટીબી પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટની અસરકારકતા માટે રી- સર્વેક્ષણમાં સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીની ટીમ લીડર ડો.કિરણ રાડેની આઠ સભ્યોની ટીમ સાથે ગુજરાત રાજ્ય ક્ષય નિદર્શન અને તાલીમ કેન્દ્રનાં નિયામક ડો.રશેન્દુ પટેલ તથા છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ સાથે રહ્યા હતા.
