ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.24 એપ્રિલ, 2022ના રોજ સવારે 11થી 13 કલાક સુધી યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભરૂચ ખાતે પણ યોજાનાર છે. પરીક્ષાના સંચાલન માટે ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. કલેક્ટર તુષાર સુમેરાએ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફને પણ પરીક્ષા કેન્દ્ર અને તેનાં પરિસરમાં મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશે નહીં તે અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ મંડળના પ્રતિનિધિઓ, તકેદારી અધિકારી,સુપરવાઈઝરો, પરીક્ષા પૂર્વે, દરમિયાન અને ત્યારબાદ ધ્યાનમાં લેવાની બાબતોની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લામાં 10725 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. 36 પરીક્ષા કેન્દ્રો અને 358 બ્લોકમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ છે. મંડળના 36, તકેદારી અધિકારી 36 અને રૂટ સુપરવાઈઝર 14 કામગીરી સાથે સંકળાયેલ છે.
Home > Daxin Gujarat > bharuch > ભરૂચમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રવિવારે 36 કેન્દ્રો પર યોજાશે.