બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ૨૫ બસો દોડાવાશે.

Gandhinagar Latest

સમગ્ર રાજ્યમાં આગામી રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન વિવિધ સેન્ટરો ઉપર હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે એસ.ટી તંત્ર દ્વારા વધારાની બસોનું સંચાલન કરાશે જે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા ૨૫ બસોની ફાળવણી કરવામાં આવી છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરો ઉપર રવિવારે યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં બેસનાર ઉમેદવારો અલગ-અલગ જિલ્લાઓમાં પરીક્ષા આપવા જશે પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં આવેલા સેન્ટર ઉપર પહોંચવા માટે સરળતા રહે તે માટે ડેપો તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગાંધીનગર એસટી ડેપોથી બનાસકાંઠા તરફ જવાના માર્ગ ઉપર ૨૫ બસો દોડાવવામાં આવશે. શનિવારે બપોર બાદ આ બસોનું સંચાલન હાથ ધરાશે. બીજી તરફ રવિવારે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગર તરફની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. દર વખતે પરીક્ષાના દિવસોમાં ઉમેદવારોને અવર જવર કરવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ વખતે ડેપો તંત્ર દ્વારા અગાઉથી પ્લાન બનાવીને વધારાની બસો બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરાયો છે. શનિવારે અને રવિવારે બંને દિવસે ઉમેદવારો માટે વધારાની બસો ગાંધીનગરથી બનાસકાંઠાના રૃટ ઉપર અવરજવર  કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *