જૂનાગઢની શાળામાં મધ્યાહન ભોજનના મહિલા કર્મીએ કુલર ભેટ આપ્યું હોય હવે શાળાના બાળકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. આ અંગે શહેરની ડો. આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં જયાબેન જયંતિભાઇ રાવલીયા સેવા આપતા હતા જેનો મામુલી માસિક 1,000 પગાર હતો. દરમિયાન 17 વર્ષ નોકરી કરી જેના પગારની રકમ અંદાજે 2 લાખ જેવી થાય છે. ત્યારે નિવૃતિ સમયે જયાબેન રાવલીયાએ 35,000નું કૂલર લઇ શાળાને ભેંટ આપ્યું છે. આ તકે તેમના પતિ જયંતિભાઇ રાવલીયા અને પરિવારજનોની ઉપસ્થિતી રહી હતી.આમ, મામુલી રકમનો પગાર મેળવવા છત્તાં બાળકો પ્રત્યેની લાગણીને લઇ વોટર કૂલર ભેંટ આપી મહિલાને પોતાની દાનવિરતા દર્શાવી છે.
Home > Saurashtra > Junagadh > 17 વર્ષ નોકરી કરી અને 2 લાખ પગાર મેળવ્યો, નિવૃત્તિ સમયે શાળાને 35,000નું કૂલર આપ્યું.